ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label હર્ષિદા દીપક. Show all posts
Showing posts with label હર્ષિદા દીપક. Show all posts

Wednesday, February 21, 2018

એક ગીત - હર્ષિદા દીપક

માતૃભાષા દિનની શુભેચ્છાઓ ....

Abcd છોડને ભઈલા કખગઘ - બોલ
અંગ્રેજીમાં થાશે ગોટા, ગુજરતી અણમોલ
      કે -- ભઈલા ગુજરતી અણમોલ

સ્પેરો કહીને સ્માર્ટ બનતો, ચકલી તું ન બોલે
કબૂતરોની બોલી તારી સ્વર પેટી ન ખોલે
અંગ્રેજીમાં અક્ષર ખોટા, ગુજરતી અણમોલ
        કે -- ભઈલા ગુજરતી અણમોલ

કાકી - મામી - માસી માટે એક શબ્દ છે આંટી
ગુજરતી મા એ શબ્દોની બનતી દીવાદાંડી
મળે નહી કઇં આના જોટા, ગુજરતી અણમોલ
       કે -- ભઈલા ગુજરતી અણમોલ

ભણવા ઇંગ્લીશ શીખી લેવું ગુજરતી માં જીવો
ગુજરતી અક્ષરની પ્યાલી ઘુંટ ઘુંટ માં પીવો
વેદવ્યાસ ની વાણી મોટા ગુજરતી અણમોલ
       કે -- ભઈલા ગુજરતી અણમોલ
       કે -- ભઈલા ગુજરતી અણમોલ

      - હર્ષિદા દીપક

Sunday, October 23, 2016

હર્ષિદા દીપક

મધરાતે અંધારામાં
એક આવાજ ઉઠ્યો
એય ...મનુજ ... જાગ
ક્યાં ભટકે છે બહાર ..?
બહારના કાંટાળા -- પથરાળા
રસ્તે ચાલી થાક્યો છો ને ...?
કેમ આટલો હાંફે ..? કેટલું વિચારે ..?
ક્યાં અટકીશ ?  અને  ક્યારે બેસિશ ?
સરી ગયો છો ખોટા રસ્તે ---
આવ ... જાગ ...
સાચ્ચો રસ્તો ----
હરિયાળી ધરતી પર
ફૂલોના બગીચે
ભમરાનું ગુંજન - ઝાકળના મોતી,
કોયલનો ટહુકો - મંદિરમાં ઘંટાનો નાદ,
ઉઠ .... જાગ ....
તારી પાસે જે છે તેને
અપનાવી જીવન જગાવ,
પુર્ણ છે - પુર્ણ હશે - પુર્ણ રહેશે,
ક્ષણને સ્વીકારી
ને ------
પથરાયો  તેજ લિસોટો
છેક ભીતરમાં
કિરણ પથરાયુ
પૂર્ણતાની લગોલગ ઊભી
ગુંજ્યો સ્વર --
પુર્ણમેવાવશિસ્યતે ...
    " ૐ "

   --- હર્ષિદા દીપક

Tuesday, August 9, 2016

માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે ..... હર્ષિદા દીપક

બે ધારી તલવાર માથે .....
ડગડગ થાતો ને અથડાતો,
પળપળમાં એ પીટાતો .....
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે .....

જીવતા જીવે નાટક કરતો, ખાતો થોડું ઘણું ઓકતો,
      રંગરુપનાં    ઢગલા  માથે
      ખીલતો જાતો ને  કરમાતો
માણસ છે   આ માણસ છે   ભાઈ માણસ છે .....

સીટી  વાગી ગાડી આવી,જાત - પાત વચ્ચે ન આવી
     પીડા  સાથે   કરે   યાચના
     પોતે    બોલી ને   પથરાતો
માણસ છે   આ માણસ છે   ભાઈ માણસ છે .....

જગમાં  જેનો ડંકો વાગે, હું સાચો  પડઘામાં  ગાજે
     ઢમઢમ  કરતો  ઢોલ  બજાવે,
     પોલાણો    આંખે ન   ધરતો
માણસ છે   આ માણસ છે    ભાઈ માણસ છે .....

ઘરના લોકો સઘળાં ખોટાં ,બીજાને કરતો એ મોટા,
      થાકે  ત્યારે   ઘરમાં આવી
      મીઠું  બોલીને  ને મલકાતો
માણસ છે   આ માણસ છે   ભાઈ માણસ છે .....

અંત સમે તો હાથ પ્રસારે,મંદિર - મસ્જિદ  ને ગુરુદ્વારે,
       સઘળી   ભૂલો  માફ   કરી  દે
       સ્વર્ગ   સ્થાનની ઇચ્છા કરતો
માણસ છે   આ માણસ છે   ભાઈ માણસ છે .....

       ----- હર્ષિદા દીપક

Saturday, July 23, 2016

દરિયા નો પ્રેમ ---- હર્ષિદા દીપક

દરિયાએ   આવીને રેતીને   પૂછ્યું
    તું   આવશ કે   હાલતો  હું થાવ
રેતીએ નજરુ   પરોવીને  કહયું તારી
       વ્હેતી ધારાએ આગળ હું થાવ
શંખલા ને છીપલાં ને
                  પરવાળા બોલ્યા
ઉછળતા વ્હાલ જરા
                  હળવેથી ખોલ્યા
વાંભ વાંભ ઉછળતા મોજાનો મોભી
    ભીતરમાં ભળભળતો ઉનાળાે લાવ
               દરિયાએ   આવીને.......

માછલી તો મનમાં ને
               મનમાં   મુજાય
પૂનમની ભરતી  કાં
               ઉતરતી    જાય
પ્રિતમના પ્રેમ માટે પથરાતો હળવે
       એવો મલકંતો બોલ્યો તું આવ
                દરિયાએ   આવીને.......
દરિયાએ   આવીને રેતીને   પૂછ્યું
    તું   આવશ કે   હાલતો  હું થાવ ...

-હર્ષિદા દીપક

Saturday, July 9, 2016

હર્ષિદા દીપક

દિવસ સારા સૌના લખેલા હોય છે 
ચંદ્ર તારાના તેજે મઢેલા હોય છે
સાચા  ખોટા  વડગણોમાં રાચતા
જીવનમાં જીદ થી જડેલા હોય છે
-હર્ષિદા દીપક


By Rashik Dave

Thursday, June 9, 2016

અગાસીયે ઢોલિયે સૂતી હતી

અગાસીયે ઢોલિયે સૂતી હતી
ખુલ્લુ આકાશ,
તારાનું  ટમટમ,
ચંદ્રનો  પ્રકાશ ,
ભીતરમાં ઉઘડયો છે ભીનો અવાજ,
ચાલ આજ હવે તું
ખુલ્લા આકાશમાં
ઉડવાને ખોલ તારી પાંખ
આવ તારી પ્રીતસભર દુનિયાને
સજાવ મારી સાથ,
અને ... જાણે કે ......
હાથ મારો પકડ્યો -
પાંખ ખોલી પ્રેમથી ફરતી -
ઝરણાના કલકલ માં વેહ્તી -
પર્વતની ટોચે પડઘાતી -
દરિયાના મોજામાં ડુબતી -
ધરતીપર  લીલુડી લેહરાતી -
ઊભી રહી ઉગમણે દ્વાર
ખેતર વચ્ચોવચ્ચ ----
ભરીને પીધું
આખુ આકાશ
આ -----
શૃંગમસ્ત ......
પાંખમાં .

-------હર્ષિદા દીપક

Wednesday, June 1, 2016

રે 'વું છે તારી હવેલીયે -

પ્રભાતે પથરાતા કિરણોમાં ઝગમગતાં
આવો, આવોને મારી ડેલિયે -
સંધ્યાના કિરણોની લાલીના રંગભરી
રે 'વું છે તારી હવેલીયે -
વરણાગી વાયરાની વાતોમાં વીંટળાતાં
આવો, આવોને મારી ડેલિયે -
પથરાતા ,લહેરાતાં   પ્રીતભર્યા   પાલવમાં
રે 'વું છે તારી હવેલીયે -
મખમલને   ઓઢીને  શિયાળુ  ટાઢકમાં
આવો, આવોને મારી ડેલિયે -
ગરમાવો પ્રેમતણો શબ્દોમાં સૂર સજી
રે 'વું છે તારી હવેલીયે -
ઓળઘોળ ઉનાળે ગરમી તો કાળજાળ 
આવો, આવોને મારી ડેલિયે -
ટાઢકના ટહુકામાં તરસું છીપાવીને
રે 'વું છે તારી હવેલીયે -
ધોધમાર વરસાદી ફોરામાં   ભીંજાવા
આવો, આવોને મારી ડેલિયે -
લથબથતું  થાવું ને ભીંજાવુ સંગસંગ
રે 'વું છે તારી હવેલીયે -
વીજળીનું વહાલ બની આકાશે ફેલાતા
આવો, આવોને મારી ડેલિયે -
મઘમઘતા બાગમાં ગુલ્લાબી   ફુલ બની
રે 'વું છે તારી હવેલીયે -

-----હર્ષિદા દીપક