જમુના કિનારે
ગોવાળો સાથે
ગોધન ચારતો
ને... ગેડી દડો
રમતા રમતા
કાળીનાગને હણી
સૌ હ્રદયમાં
હિંમત ભરતો
એ શ્યામ
એટલે પ્રેમ...Jn
જે. એન. પટેલ ( જગત )
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જમુના કિનારે
ગોવાળો સાથે
ગોધન ચારતો
ને... ગેડી દડો
રમતા રમતા
કાળીનાગને હણી
સૌ હ્રદયમાં
હિંમત ભરતો
એ શ્યામ
એટલે પ્રેમ...Jn
જે. એન. પટેલ ( જગત )
તું પ્રણયના ફાગમાં રમતી રહી..
વાત સાથે જાત પણ ભળતી રહી...
રાત આખી મેઘલી વરસી રહી..
રાતભર હૈએ મને ભરતી રહી...
અંધકારો આવતો જોયો છે મેં..
ને મિલનની તું ઘડી ગણતી રહી...
જોઇ બારે મેઘ ખાંગાને જરા..
આ હ્રદયમાં કળ મને વળતી રહી...
આ હવા પણ મગ્ન છે જોવા મને..
ને નજર માદક બની ઢળતી રહી...
આહલાદકતા અમનમાં સાંભળી..!!
તૃપ્તિની કવિતા તું સાંભળતી રહી...
પ્રકૃતિના મિષ્ટાનનું છે આ "જગત"..
ઓડકારે આજ તું ચગળતી રહી...
- Jn
આ સુરજ સામે નયન ધરતાં નજર ઝાંખી પડી..
જોતજોતામાં અરુણની એ બગી પાછી પડી...
આંખ સામે દીપકોની આવતી વણઝાર જોઇ..
આમ જોને નભમંડળની ચાંદની ઝાંખી પડી...
તૂટતાં એ તારલામાં ઝંખનાઓ જાગતા..
કઇક મૂરાદો અચાનક આંખમાં બાજી પડી...
જોઇ છે આ ધૃવ તારાની અડગતા પણ અમે..
સ્થિરતાની કેહવાતી વાયકા કાચી પડી...
ચાલતી થઇ રાત છોડી આ ગગનના સાથને..
કોણ પુરશે આ નભે રંગો, જગા ખાલી પડી...
છેવટે આવી ગયો પ્રકાશ પાથરવા રવી..
કલરવે પંખી તણા, આ રાત જો ભાંગી પડી...
આવતા જોઈ સવારને આ "જગત"ની નાત પણ..
ભાનુના સાથે નવા સંકલ્પમા લાગી પડી...jn
વારસામાં મળેલા ટહુકાને તું ટાંક..
કાં' તો મારી હુંડી મને પાછી આપ...
ગેડી દડાની આ રમતને બંધ રાખ..
કાં' તો એ કાળીનાગને આજે નાથ...
ચાલયો છે તું ભલે મથુરાની વાટ..!
આજ પછી ના કરતો કોઈ વાત...
કંશ જરાસંઘ ને પણ તું મારી નાખ..
ને તોય પાછો રાજનો મોહ ના રાખ..
રણ માંથી ભાગે તોય રણછોડ રાય..
એમાંય તું રાજનીતીજ્ઞ થઇને પૂજાય...
પાંડવોની પડખે ભલે ઉભો છે આજ..
ને ગીતાનું જ્ઞાન તોય 'જગત'ને કાજ...
હે કૃષ્ણ હે વાસુદેવ મુખે તારું નામ..
છૂટે 'જગત' ત્યાં સુધી આમને આમ.
- જે.એન.પટેલ 'જગત',
કોશિશ...
નિશાકરની નીરાંત સૌ કોઇ ચાહે છે..
ક્યારેક રવિને ચાહવાની કોશિશ તો કરો..!!
સુખ દુઃખતો જગદીશની દેન છે..
ક્યારેક આભાર કહેવાની કોશિશ તો કરો...
પ્રેમમાં ક્યાં સૌને સફળતા મળે છે..?
ક્યારેક જે મળ્યું એ માણવાની કોશિશ તો કરો...
વાયદા કરી કોણ વચને બંધાય છે..?
ક્યારેક સત્ય સ્વીકારવાની કોશિશ તો કરો...
જાણું છું વિના પાંખે ઉડાડે છે આ પ્રેમ..
ક્યારેક હકીકતમાં જીવવાની કોશિશ તો કરો...
મોહ છે કે ચાહના આ વિદેશી ધરાની..!
ક્યારેક ભારતીયછું એ ગર્વની કોશિશ તો કરો...
"જગત"માં મારું મારું કહેનારા ઘણા છે..
ક્યારેક આપણું બોલવાની કોશિશ તો કરો...jn
ઉપગ્રહ છોડવાવાળો માણસ
પૂર્વગ્રહ છોડી શકે છે...??
ભોગવાદમાં રાંચતો માણસ
ભાવ નિર્માણ કરી શકે છે...??
મારું મારું કરતો માણસ
આપણું ક્યારેય કહી શકે છે...??
સમસ્ત જગતને જાણનારો માણસ
પોતાના સ્વ ને જાણી શકે છે..??..
-jn
કોઇનું દુઃખ
જોઇ આંખો
છલકાય છે
એ ભાવ છે..
પણ કોઇ એવી
વ્યક્તિ સાથે
હસતા હસતા
આંખો છલકાય
એટલે પ્રેમ...jn
એક એક શ્વાસમાં તમને ધબકતા રાખું છું..
હ્રદયમાં તમારો પ્રેમ ને હૈયે હામ રાખું છું...
મળવાનું તો ક્યાં થતું અને હવે થશે પણ ક્યાં..?
બંધ આંખોમાંજ આપણી મુલાકાત રાખું છું...
તમે ભલે સાથે ના ચાલ્યા આ જન્મારે..
ભવોભવ તમનેજ દુઆમાં માગીને રાખું છું...
તમે કહ્યું હતું બસ એમજ આદત પ્રમાણે..
આજેય સમણાઓનો મહેલ સજાવી રાખું છું..
રાત રોજ ઢળે છે ને જગત પોઢે પણ છે..
તમે આવો તો.! ખુલી આંખોએ જ સુવાનું રાખું છું...
મૃત્યુનો ડર અમને ના બતાવસો હવે..!!
દિલના ખૂણે જ અંતિમધામ બનાવી રાખું છું...
ક્યાં જશો છોડીને આ "જગત" અમારું..!!
તમારી જ લાગણીઓનો પહેરેદાર રાખું છું...
-જે.એન.
God with me...
પ્રેમમાં ક્યારેય હું પડતો નથી..
લાગણીને એટલે ખણતો નથી..*
કાળજામાં નામ કોતરતો નથી..
છે પડેલા ઘા, એ ખોતરતો નથી...
પુણ્ય સાથે પાપ સરખાવતો નથી..
એટલે તો રોજ હું મરતો નથી...
જે તરે છે તે જ ઇશનું હોય છે..
ઇશ છે મારો, આમ હું તરતો નથી...
સ્થિર થઇ જીવન ગમે છે એટલે..
આ જગતમાં ક્યાંય હું ભમતો નથી...Jn
અરે સાંભળ...
આજ આ આકાશ કટાક્ષથી
મારી તરફ નિહાળી રહ્યું હતું
ને મને પુછી બેઠુ...
બતાવ તારા પ્રેમની ઉંચાઇ..?
બસ મારુતો "જગત" જ જાણે
અવાક બની ગયુ...!!
મે પણ એને સંભળાવી દીધું
મારા પ્રેમની ઉંચાઇની પરાકાષ્ઠા
માપવી જ હોય તો પહેલાં
તારી ઉંચાઇ જરા વધારી લે....jn
હે વિશ્વંભર....
માતાના ઉદરથી લઇને
આજ સુધીની સફર
તે જ તો સફળતા
પૂર્વક કરાવી છે....
બાળક બની આવ્યો તારા ભરોસે,
કેટલાના જીવનમાં હર્ષ ભરાઇ આવ્યો..
મારા કાલાઘેલા શબ્દોમાં
કેટલાય સ્વજનો હરખાતા..
મારા એક એક પગલામાં કેટલાય
પાપા પગલી કરતાં..
આ....હા....હાહાહા....
મારું એ બાળપણ..કેવું અનમોલ..!
ભણતરની સાથે ઘરના વડીલો
થકી જીવનના પાઠ શિખતો..
ઉંચાઇ વધતી ગઇ તેમ તેમ ઉમરની
સાથે સમજણ પણ વધતી રહી..
કયારેય ના વિસરાય એવી
મિત્રો સાથેની અનન્ય યાદો..
યુવાનીની તો શું વાત કરું..!!
સોનેરી સુરજ જાણે ઉગ્યો હોય..
એના એક એક કિરણોમા કેવી
આહલાદકતા પ્રગટતી..!!
કેમ કરી તને એ અનુભૂતિ કહું..!!
જીવનના ભવસાગરમાં તરવાની
મજા કેમ કરી વિચારોના વમળમાં વહેવડાઉ..??
શબ્દો નથી મારી પાસે..
જેમ જેમ ઉંડાઇ ખેડતો ગયો તેમ તેમ
એના ઉંડાણને માણતો ગયો..
સંસાર રૂપિ રથના પૈડા અવિરત
દોડતા રહ્યા..
એ રથના મુસાફરો વધ્યાને આનંદની
લહેરો ભવસાગરમાં ભરતી વધારતી રહી...
જીવનના દરેક તબક્કા
મારા અનમોલ છે..
હે કૃષ્ણ... હે યાદવ....
તારી જેમજ મારું બાળપણ વિત્યું..
મારી તરુણાવસ્થા ને યુવાની તે
કરેલાં નિર્દોષ તોફાનોની સોનેરી
પ્રકાશની કિરણોની જેમજ પસાર થઇ..
પ્રૌઢાવસ્થા તો વળી મારા
અંશમા વધુ મૂલ્યવાન બની..
જીવનના બધાજ રંગો જાણે ભેગા કરી કોઇ છાંટતુ હોય..!!
બોલ હવે જગદીશ
આજના મંગલદીને
તારા આ "જગત"ની
અનમોલ પળો માટે હું શું કહું..?
બસ હ્રદયથી તારો આભાર
માની કૃતજ્ઞતા પૂર્વક વંદન...jn
હું જ્યારે તારી સાથે કોઈ
સ્ત્રીની વાત કરતો હોઉ.....
સહજમાં જ કાંઈક બળતું હોય
એવી સુગંધ આવે...!
ક્યાંક અણધાર્યો ધબાક
દઈને મીઠો રણકો થાય...
અને પછી જે તારુ મને ક્યારેય
ના વળગેલું વળગાણ.....
આ હાહાહા......
"જગત"ની આ પળો.... બસ
આનાથી વધુ શબ્દો નથી.....jn
આ એજ છે ગઝલ કે જેમાં છે પ્રાસ મારા..
આ એજ છે હવા કે જેમાં છે શ્વાસ મારા...
છે તો ઘણા અમારા આ વિશ્વની જમાતે..
પણ તોય આપ એ સૌમા આમ ખાસ મારા...
ઉગશે ખરો જીવન કેરો બાગ પણ હવે તો..
પાડી ગયા જીવનમા આવી એ ચાસ મારા...
ખીલી વસંત આજે મ્હેકી ગયું છે ઉપવન.
ભાગ્યે હવે લખાવાનું છે એ પ્રભાસ મારા...
ફાડી હ્રદય બતાવે જે રામ, હોય મારુતિ..
જો છે ઘણા "જગત"માં એવાય દાસ મારા...jn
હવે પંખી જો થાશું તો સદાએ નાચતા જઇશું..
અમે બે ચાર પીંછા ડાળને પણ આપતા જઇશું..
અમે આવ્યા હતા શું લૈ.! જવાના પણ હવે શું લૈ..
કરીશું કામ એવું, હાક તમને મારતા જઇશું...
ભરેલા કેટલા છે આંખમાં સમણા અમારીએ..
હવે જો જો તમારી આંખમાં પણ આંજતા જઇશું...
હ્રદયમાં લાગણીઓને ભરીને પણ તમે ચૂપ છો..
સમય આવી ગયો એને અમે નિતરાવતા જઇશું...
બહું સુંદર છે ઇશ્વરના જગતની એ બનાવટ પણ..
તમે પણ જોઇ લેજો એક નામ તો જાપતા જઇશું...jn
પ્રથમ રંગાઈ જાવું છે,લીલેરાં પાનને રંગે..
પછી તોરણ બની બંધાઉ છે એ હાખને સંગે...
છે અવસર અાજ અા આંગણે, લડીશું એમ સમરાંગણે..
થઈ જાશું ફનાહ ને કુરબાન, જીવન તણા જંગે...
બની અભિમન્યુ ચક્રવ્યુહે, કુદીને પાર કરવાના..
ભલેને હોય સામે મોત.! જોશો તોય એ ઉમંગે...
હવે તો જે બનાવી છે અમે લક્ષમણ તણી રેખા..
ભલેને આવતો રાવણ, છે તાકાત કે એ ઓળંગે..!!
"જગત"માં જો હશે આવી ખુમારી તો હવે મારે..
ફરી રંગાઉ છે એના એ જ શુરાતન ભર્યા રંગે...jn
જીવ માંથી શીવ બની ગયો...
ટાંકણાના ટંકારથી ભલે ટંકાઇ ગયો છું..
મંદિરમાં બેઠા પછી હવે પુજાઇ ગયો છું...
ના કરતા ઘા હવે કોઇ મારી પૂર્ણતાને..!
ઠોકરો ખાઇ દુનિયાની હવે ઘડાઇ ગયો છું...
કેટલી ખેલદીલી છે એમની ઉદારતાની..!!
વણ માગેલા પ્રહારોથી ટેવાઇ ગયો છું...
અમારાએ તો અમને રડતા જ રાખ્યા છે..
બસ દિવાનગી મળી ને હસતો થઇ ગયો છું...
જાણ્યા અજાણ્યા કેટલાય કાફલા આવ્યા..
પણ જુઓને હું જ સૌ મા અજાણ બની ગયો છું...
જો જો કોઇને ઉતરે નહી મારા પ્રેમનો નશો..!
હર એકની આંખો માથી હું છલકી ગયો છું...
સજાવીને બેઠા છે બસ મને જ એકને જોવા..
"જગત"મા ભીનાશનું કારણ બની સમી ગયો છું...Jn
માણસ ....
ઉપગ્રહ છોડવાવાળો માણસ
પૂર્વગ્રહ છોડી શકે છે...??
ભોગવાદમાં રાંચતો માણસ
ભાવ નિર્માણ કરી શકે છે...??
મારું મારું કરતો માણસ
આપણું ક્યારેય કહી શકે છે...??
સમસ્ત જગતને જાણનારો માણસ
પોતાના સ્વ ને જાણી શકે છે..??..jn
નયનો ઘેરે એ કાળી રાત મને ગમે છે...
સપનામાં તું આવે એ રીત મને ગમે છે...
તું આવે કે ના આવે એ તારી મરજી,,,
હજુયે તારી વાટ જોવી મને ગમે છે...
વિરહમા આંખોના મોતી સરી પડે છે,,,
તોય તને જ યાદ કરવાનું મને ગમે છે...
વ્યાકુળ થઇ જાય છે મન મારું મળવા,,,
છતાય તારી છબી જોવી મને ગમે છે...
આજ જાણ્યું છે પ્રેમ મા દુખ જ દુંખ છે,,,
એ દુખ નો લ્હાવો લેવોયે મને ગમે છે...
આ કેવું ગાંડપણ છે....તારા જગતમાં,,,
તને જણાવવાનું પણ મને ગમે છે...
-જે.એન.પટેલ
આમ રુઠીને ચાલ્યા જવાય નહીં..
જામ ઢોળીને પાછો ભરાય નહીં...
રાત આખી જાગતા ને,
પડખા બદલાવતા..
બંધ આંખોમાં સમણું સમાય નહીં...
જામ ઢોળીને પાછો ભરાય નહીં...
પ્રેમ કેરી રાહને સૌ,
બંધ આંખે ચાલતા...
નીલ ગગને પાંખોથી ઉડાય નહીં...
જામ ઢોળીને પાછો ભરાય નહીં...
હ્રદય તણા સ્નેહને આમ,
વેચતાં ફરાય ક્યાં...
દિલ ખોલીને ક્યાંય મળાય નહીં...
જામ ઢોળીને પાછો ભરાય નહીં...
રુઠવું ને માનવું એ,
સદીઓની રીત છે એ...
''જગત'' આખું આજે મનાય નહીં...
જામ ઢોળીને પાછો ભરાય નહીં...
-જે.એન.પટેલ
રામ રાજ્ય...
રાહ જોશો, કેમ આવે, કોણ લાવે રામ રાજ્ય..
સૌ બની બેઠા છે રાવણ, કેમ આવે રામ રાજ્ય...
લે બગલમાં રાખ છૂરો, નામ લેવું રામ મુખમાં..
જાય ઓળંગી બઘું, પાછો ચલાવે રામ રાજ્ય...
રામ નામે જાપ કરતો, પારકું આગવું ગણાવે..
માણસો જો સાવ કેવા, જે ભણાવે રામ રાજ્ય...
છે ભરોસો, રામ રાખે એ ભલાને કોણ ચાખે..
રામના કાર્યો કરે છે, એ બનાવે રામ રાજ્ય...
રામ છું રમતો, કહે સૌ મસ્ત રામ મને ભલેને..
મોજમાં રહે છે એ, ને સૌને હસાવે, રામ રાજ્ય...
નામ લઇને રામનું આરંભ કરવા જાય માનવ..
રામ નામે પત્થરો ને જે તરાવે, રામ રાજ્ય...
રામ બોલો ભાઇ રામ કહી "જગત" મોકલાવે..
કર્મનું બંધન છતાં મોક્ષે સિધાવે, રામ રાજ્ય...jn