ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label ગની દહીંવાળા. Show all posts
Showing posts with label ગની દહીંવાળા. Show all posts

Saturday, July 9, 2016

રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે- ગની દહીંવાળા

રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખુટી પડે રાત દિવસની જોડે, કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.

મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુ:ખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ દોડો જરા જઈને રોકો, ધસે કંઈ વમળમાં કિનારો ન આવે.

મોહબ્બત પ્રથમ ધર્મ છે જીન્દગીનો, મોહબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઊતારો ન આવે.

હતું કોણ સાથે અને ક્યાં હતો હું- ન કહેજે કોઈને ભલી ચાંદની તું !
સિતારા કરે વાત ગઈ રાતની તો કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.
-ગની દહીંવાળા

Wednesday, April 13, 2016

ઋતુ હો કોઇ પણ,

ઋતુ હો કોઇ પણ,
ખૂણે ખૂણે મહેકતી માટી હો,
અને આ આપણુ અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો,

કબરમાં કોઈનુ હોવુ જરૂરી
હો તો માની લ્યો,
હૂં એવી શૂળની છુ લાશ,
જે ફૂલોએ દાટી હો,

સમય પથ્થર સમો છે,
એમાં પિસાવાનો મહિમા છે
ખરલમાં કોઈએ ક્યારેક
કસ્તૂરી ય વાટી હો,

પવન, તારાં પરાક્રમ
શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો,
કે રણમાં રેત છાંટી હો,

પરોવાયુ રહે હૈયુ
મિઠેરી મૂંઝવણ માંહે
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો,

પડી જઈએ ચરણમાં,
તે છતાં મસ્તક હો આકાશે
‘ગની’ , એકાદ તો સંબંધની એવી સપાટી હો...!!

-ગની દહીંવાળા

Sunday, April 3, 2016

ઋતુ હો કોઇ પણ, ખૂણે ખૂણે મહેકતી માટી હો...

ઋતુ હો કોઇ પણ, ખૂણે ખૂણે મહેકતી માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો...

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો...

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો...

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો...

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો...

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’ , એકાદ તો સંબંધની એવી સપાટી હો...!!!

- ગની દહીંવાળા

Wednesday, February 24, 2016

ઋતુ હો કોઇ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,

ઋતુ હો કોઇ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરી ય વાટી હો.

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’ , એકાદ તો સંબંધની એવી સપાટી હો.

- ‘ગની’ દહીંવાળા

Saturday, January 2, 2016

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું...

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું…

અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું…

કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું…

ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તોય છાતી પર પડેલા માર જેવો છું…

પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું…

‘ગની’ તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું…

– ગની દહીંવાળા

Friday, December 4, 2015

મારું ખોવાણું રે સપનું,

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.
પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’ છે ચોર આ વસ્તી, પર્વત કે’ છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.
વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારા શમણાંની એંધાણી,
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.
ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી,
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું-છપનું,
મારું ખોવાણું રે સપનું.
~ ગની દહીંવાળા