ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label હર્ષિદા દીપક. Show all posts
Showing posts with label હર્ષિદા દીપક. Show all posts

Tuesday, August 22, 2017

હર્ષિદા દીપક

કેટલી લાંબી કરી તે વારતા
ટૂંકમાં હું એટલે મપાયો છું

ખાટલે  કે  ઢોલીયે  કે  બાંકડે
એક તારી  યાદમાં  ઘવાયો છું

બાજરો  ને જાર  દાણાં  ઓરતી
સાવ ઝીણું કણ બની ફસાયો છું

વારતાયુ  તે  કીધી   એ  સાંભળી
તોય  સઘળા  ભેદમાં  છવાયો છું

શબ્દ સઘળા મેં મઠાર્યા પ્રેમથી
ગીત જાણી એટલે ગવાયો છું
-હર્ષિદા  દીપક

Monday, July 24, 2017

હર્ષિદા દીપક

રૂમઝુમ   રૂમઝુમ  હેલી આવી
   એવી વરસી ...
       કંઇ એવી વરસી ..
           કે એવી વરસી ....કે
વાંસલડી   વનમાં   ગજાવી
              રૂમઝુમ   રૂમઝુમ  ........

નાનકડા છોડવાઓ બોલતાં થયા
ગાય અને વાછરડા  ડોલતાં થયા
ખેતરમાં     ખેડૂઓ   દોડતાં  થયા
ભીડેલા  દ્વાર   હવે  ખોલતાં થયા
ઘમઘમતી  ઘૂઘરિ  ઘમકાવી
   એવી ઘમકી ....
      કંઇ એવી ઘમકી ....
          કે એવી ઘમકી .... કે
ફૂલડાંથી   હરખે   વધાવી ......
             રૂમઝુમ   રૂમઝુમ .........

પાનેતર  બોલ્યું  રે આભલાઓ થઈ
મનમોટું   ડોલ્યું  રે મોરલાઓ  થઈ
સરવરને  ખોલ્યું  રે દરિયાઓ  થઈ
ઢેફાને      તોલ્યું  રે ત્રાજવાઓ થઈ
લટકંતી   ચાલે  હું  ચાલી
   એવી તો છલકી ....
      કંઈ  એવી તો છલકી ...
          કે એવી તો છલકી ...કે
ભવભવની  પ્રીતમાં  સમાવી
             રૂમઝુમ   રૂમઝુમ .........

     -----  હર્ષિદા  દીપક

Tuesday, May 2, 2017

હર્ષિદા  દીપક

ગમતીલા ગીતોમાં હરિ  નામે હેલી ભરું
પીતળિયા બેડાં લઈ ચારે કોરે ઘેલી ફરું

આંગણિયે બેસીને મીઠો તડકો મનમાં ઝીલું ,
ઓલા ગગનના ગોખથી રે ગરમાવા ની પંડે ખીલુ ,
હરિ હળવે થી .....
હરિ હળવે થી આવતા રે મલકમાં  વાતો કરું ....
         ગમતીલા ગીતોમાં હરિ ......

આંબાની કોયલ  રે  કુહૂ કુહૂ કરતી  ડોલે ,
ઉનાળે  ટાઢકની  હૈયે  મારે  હેલી  ખોલે ,
હરિ હળવે થી ......
હરિ હળવે થી આવીયારે અમરત-કુંભ
ચરણે ધરું
          ગમતીલા ગીતોમાં હરિ ......

વીજલડી  ચમકીને  હૈયું જાણે ઘેલું કર્યુ ,
રૂમઝૂમતી નાચતી ગઈ ટીપે ટીપે કામણ  ભર્યુ ,
હરિ હળવે થી ....
હરિ હળવે થી પામીરે ગઈ અજવાળાં  હું આંખે ભરું
             ગમતીલા ગીતોમાં હરિ .....

- હર્ષિદા  દીપક

(Painting by - Great artist Samat Bela)

Wednesday, August 31, 2016

હર્ષિદા દીપક

સપ્તસૂરા  તું  જ સરગમ હોય છે
હોઠ પર જે નામ અણનમ હોય છે

સાચવી  છે  એમ  ઈચ્છા સામટી
ફૂલ ઉપર  જેમ શબનમ  હોય છે

હા ! કલમ કાગળ  રહે સંગાથમાં
એટલે  તો  શબ્દ  સંગમ હોય  છે

પ્રેમથી    માથે    ચડાવું   નીરને
એ જ ગંગા, એ જ ઝમઝમ હોય છે

છે  ખબર એ  આવશે  નઇ  તે છતાં
રાહ  એની  તો  ય હરદમ  હોય છે

         -------હર્ષિદા  દીપક