એક સ્મીતથી બધા ચેહરા ને મલકાવી,
ક્ષણવારમા મોટેથી હાસ્યમાં હસાવી દે.
ઉષાકાળ થી સંધ્યાકાળ સુધી આનંદીત રે'તો,
જાણે શબ્દો મધ જેવી મીઠાશ પ્રસરાવી દે.
દુઃખ-દદઁ ને અશાંતિ જાણે જોજનોથી છેટુ,
સુખની વાતો કરતો ભાન ભુલાવી દે.
રંગીલો સ્વભાવ ને હાજર જવાબી ભાષા,
નજરોથી વાતો કરતો જણે સ્નેહથી ભીજવી દે.
ખુશીનાં દિવસો જાણે હેમથી મઢ્યા છે,
સ્મૃતિપટ પર "પાલા"ની યાદ અપાવી દે.
-ચુડાસમા લાલજી "લાલુ"
(કવિનાં પરમ મિત્ર પાલાભાઈ ને અપઁણ)
No comments:
Post a Comment