કાચબા સમ ચાલવાની વાત છે
લક્ષ્ય ઉપર પહોંચવાની વાત છે
ધમપછાડા કૈક કીધા આપણે
ખેવના ખંખેરવાની વાત છે
ડૂસકાં, ડૂમા અને લઈ વેદના
પ્રેમને પડકારવાની વાત છે
આમ તો ચમકી રહ્યા લાખો રતન
જાતને શણગારવાની વાત છે
પૃષ્ટ પલટાવી અને જોઈ લીધું
વારતા વિસ્તારવાની વાત છે
થાય જો ખોટા સવાલો ભીતરે
ઉત્તરો આપી જવાની વાત છે.
-પારુલ બારોટ
No comments:
Post a Comment