ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, November 11, 2015

ચાલને આજ પતંગિયુ...

ચાલ આજે પતંગિયુ બની આકાશે  વિહરીએ,
તોફાન મસ્તી કરી કાલી-ઘેલી વાતો કરીએ.....

વહી જાશે આ જિંદગી આમ જ દોડધામમાં,
આ ચિંતાને કોરાણે મેલી પર્વતોમાં દોડીએ......

ચાલને આજે પતંગિયું...

છે કુદરતની કમાલ આ ધરા પર જોને એકવાર,
આ વિશાળ ગગનમાં પક્ષીની માફક મહાલીએ..

ચાલને આજ પતંગિયુ...

આ લીલાછમ ખેતરો ને આભ ને આંબતા વૃક્ષો,
આ ખુલ્લી પ્રક્રૃતિમાં ચાલને પોતાનું  ઘર બનાવીએ....

ચાલને આજે પતંગિયુ...

આ જોને અદભૂત મેઘધનુષ રંગોમાં રંગાઇ,
બ્લેક & વ્હાઈટ જીવન છોડી કુદરત ને ખોળે રમીએ...

ચાલને આજે પતંગિયુ...

અદભુત છે કુદરત પણ, એની રચનાઓ છે કમાલ,
ઓ ' જ્ન્નત' ચાલને  આજે ખરેખર  માનવ બનીને પ્રાર્થીએ....

ચાલને આજે પતંગિયુ બની આકાશે વિહરિએ ..

                             -જ્ન્નત             
                  પિનલ સતાપરા

No comments:

Post a Comment