તારા સ્મિતને જાણું છું ,
મનથી રોજ મજા માણું છું .
પાનખર વસંત બની જાશે ,
જો હું કોયલનું ગાણું છું .
તારા આંસુ પલાળે દિલને ,
ભીતર હૈયામાં કાણું છું .
મારા રંગે રંગાય જજે ,
હાલ હું પ્રેમનું ટાણું છું .
તારી હા બાકી છે પ્રિયે ,
હું રોજ સમયને તાણું છું .
કવિ જલરૂપ
મોરબી
No comments:
Post a Comment