તારા સંગની અસર મુજ પર એવી થઇ,
જાણે કે મુજમાં હું મારા વિનાની થઇ,
દીવાનગી છવાઈ એવી શું કહું તને?
તારી ધૂનમાં હું તારી ગલી ભૂલી ગઈ,
હતા બધા રસ્તા ખાસ મારા માટે,
બસ હું જ અલગ પંથે વિચરી રઈ,
પ્રેમ પ્યાસ બુઝાવવા ગેલી બની એવી,
જાણે નદી ખુદ નાના ઝરણ સુધી ગઈ,
કોક પંખી થઇ અચાનક ઉંચે ઉડી"શીલ"
રોમે-રોમ એને અનેક પાંખો ફૂટી ગઈ......
,,,,હેમશીલા માહેશ્વરી,,,"શીલ",,,,
No comments:
Post a Comment