મનમાં ગાંઠ વાળીને નીકળી પડો,
જરા રસ્તો સંભાળી ને નીકળી પડો.
હાથ હલાવતો સામે જ મળશે સમય,
થોડી ઘણી ખબર કરીને નીકળી પડો.
એ જરૂર હસી ને આવકારવા આવશે,
જરા અંદરથી સજી ધજીને નીકળી પડો.
પ્રેમમાં પડ્યા પછી પાછા શું પડવાનું?
જે થાય તે જોશું, એ ઘારીને નીકળી પડો.
"આભાસ" વાટ જોવે છે વણઝાર આખી,
કર્મના પોટલા બાંધીને નીકળી પડો.
-આભાસ
No comments:
Post a Comment