તારે સથવારે
નિરખો જો આભને તો છે વિશાળ,
પણ તેનેય ખેડવું છે તારે સથવારે.
જાણ્યું પ્રેમ-સાગર તો છે અગાધ,
એમાંય ડુબકી મારી તરવું છે તારે સથવારે.
ક્ષમ છે પવન જાલીને ઉડાડવા માં,
જવું છે સામે કિનારે તારે સથવારે.
સંસારમાં પ્રેમ-નૈયા રહે છે હાલક-ડોલક,
સાથે રહી નિરખવું છે તારે સથવારે.
શમણાં તો આજે બની કાલે તુટી જાય,
સંઘરીને સાચા કરવા છે તારે સથવારે.
નિષ્ફળતાની યાચના ના કરીએ જરુર,
પણ મળતાં સંઘર્ષ કરીશ તારે સથવારે.
'કેતન' મહેફિલ સજાવીને રાખશે,
સફેદ ચાદર રંગીન બનાવશું તારે સથવારે.
No comments:
Post a Comment