ગીત
કરવી જાત તપાસ,
ઉપર જઈને રીપોર્ટ કરવો,
શું શું લાગ્યુ ખાસ....
કહો શ્વાસનું સ્ટેટસ,
કેવુ અગ્નાન અંધારૂ?
માયા-મમતા કેવાછે,
શું હજી કરેછે મારૂ મારૂ
કરેછે ખિસ્સા ખાલી,
કે ભરેછે ઠાંસો ઠાંસ.....
વૃતિ ભિખારી જેવી,
કે એ દીલ નો છે ભૂપ,
ચહેરા મહોરા કેવા છે,
કેવુ છે સુક્ષ્મ સ્વરૂપ..?
લાલ ગુલાબી પચરંગી,
કે ભગવો ગમે લીબાશ..
કરવી જાત તપાસ...
વૃજલાલ રૂપાણી"વિસ્મિત"
No comments:
Post a Comment