ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, December 6, 2015

માનતો હશે...

       માનતો હશે...

માંગુ તોય આપે ને ન માંગુ તોય આપે કે,
નક્કી એ બધી પરિસ્થિતી મારી જાણતો હશે...

અજાણ્યામાં પણ પરિચય કરાવે એકમેકનો,
એ પણ,સંબંધોમાં હજુ માનતો હશે....

ઘણી રહેમત વરસી છે,એની મુજ પર,
નક્કી એ એના અંગતમા મને ગણતો હશે...

તમે થોડું આપો તો એ વળતર ઘણું ચુકવે,
નક્કી એ વાણિયો,વ્યાજવટામાં માનતો હશે...

અમે છોડ્યા છે ઘણા કામ એના ભરોચે એમ માનીને,
કે,હજુ એ કોરા કાગળની હુંડી સ્વીકારતો હશે...

નચાવે છે આ જિંદગીમાં બધાને કઠપુતળીની માફક,
જરૂર એ નટના ખેલને જાણતો હશે...

અમે તો ઘણીવાર માંગી જોયુ “ગુલશન”,
પણ દુઆ એની ફળી, નક્કી એ ખુદા પણ, “એનું” માનતો હશે....                     -ડી.કે બારડ

No comments:

Post a Comment