લખુ છુ આજ આ કાગળ
વાંચી શકુ તો વાંચજે...
શાહી હતી નહી એટલે
લખ્યો છે તેને લાગણીથી...
કાગળ ભલે કોરો રહ્યો
પણ મારી યાદો છે તેમા...
સમજી શકુ તો સમજ જે
મારી પ્રેમની ભાષા છે તેમા...
દર્દથી ભરેલી નહી પણ
તારા પ્રેમની સ્મ્રુતિ ઓ છે...
એક એક પળની તડપ
બન્ને કોર વર્ણવેલી છે મે...
કરી હોય જો પ્રિત સાચે જ
તો મનની આંખોથી વાંચજે...
તારા વિરહની વેદનાનો
સાક્ષી છે મારો આ કાગળ...
અનમોલ એવી શાહી છે
ક્યાંક બુદ પડી પણ ગયુ હશે...
ખુબ વહાલથી લખ્યો છે
જાણે ''JN" એ હ્રદય જ મોક્લ્યુ છે....jn
No comments:
Post a Comment