ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, January 12, 2016

મૌનની વાત મૌનથી જ સમજાઈ ગઈ

મૌનની વાત મૌનથી જ સમજાઈ ગઈ,
વાત દિલની ઈશારાથી કહેવાઈ ગઈ.

શું નજાકત હતી એની ચાલમાં દોસ્ત!
કે મારી આખી શેરી શરમાઈ ગઈ.

જરાક જ અડ્યો'તો રંગ ગેરુઓ મને,
પછી આખી  જિંદગી તારામાં રંગાઈ ગઈ.

મરતબો મળ્યો છે મહેફિલમાં જેટલો,
એકાંતમાં એટલી જ જિંદગી ખર્ચાઈ ગઈ.

જરાક અમસ્તું શું વાંકુ પડ્યું એનાથી,
આ મહોબ્બત મારી આખી વટલાઈ ગઈ.

મારા દિલનાં દર્દ કોને કહું જાહેર માં?
બસ કહેવા તને આ સલોકા રચાઈ ગઈ.

છેલ્લા દર્શને શું આવી મારી મહેબૂબા કે!
"આભાસ"ની મતલબી લાશ હરખાઈ ગઈ.

-આભાસ

No comments:

Post a Comment