લાગે છે ડર દુનિયાનો ને મનમાં ઉઠે વાવાઝોડું
તો પણ દિકરીને કંઈ મોટી થાતાં રોકી શકાય થોડું !
નાજુક નમણી નાનકડી બે પગલી કાલે યુવાન થાશે
ધારદાર સૌ નજરો એને ખૂણે ખાંચરેથી ભોંકાશે
ઈશ્વર પણ લાચાર છે આમાં, એની ઉપર ક્યાંથી છોડું !
ક્યાંક ન એને સળગાવી દે કોઈની લાલચની જ્વાળા
એનાં કરતાં એની ઉંમરને જ ન મારી દઉં હું તાળા !
ભલે બનું અપરાધી એનો,પરંપરાઓ સઘળી તોડું
ખરાબ નજરે કોઈને જોવાઈ ગયું હો તો માફ કરજે
સજા દઈને તું મારા કર્મોની એને ના છેતરજે
અને માફ જો પ્રભુ કરે ના તું તો લે આ આંખો ફોડું
ધોળો ધોળો વાન છે એનો ખીલી ઉઠે જે પણ પહેરે
કદી પહેરવી પડે ન એને સફેદ સાડી સૂના ચહેરે
એને જોયા કરીશ પાનેતરમાં તો હું મરીશ મોડું
-ભાવેશ ભટ્
No comments:
Post a Comment