☘☘☘☘☘☘☘☘☘
સવારે ઢળી જાઉં એવું બને.
નિશામાં ભળી જાઉં એવું બને.
રહું છું હવેથી હું એકાંતમાં
જ્યાં ખુદને મળી જાઉં એવું બને.
ઘણી ભીડ છે તુજ હૃદયમાં હવે,
હું ખુદ નીકળી જાઉં એવું બને.
વિરહ અગ્નિ આ તો પ્રણયની મળી,
આ આગે બળી જાઉં એવું બને.
નથી મીણ પથ્થર છે સર્જક હૃદય,
છતાં પીગળી જાઉં એવું બને.
-ગૌતમ પરમાર "સર્જક"
-(મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)-
☘☘☘☘☘☘☘☘☘
No comments:
Post a Comment