મોઢે છાલક મારી હું ઘરથી નીકળતો,
ને લોકોને લાગે કે હું આંસુ ગણતો.
શ્રાપ બધાંને એમ જ ક્યાં કનડે છે યારો,
એ ખાલી ઠોઠ અકર્મીની પાછળ પડતો.
મૂંગા વચનો,સૂનાં કર્ણો શું સમજે કે!
તેને હૈયે હૈયું ચાંપીને હું મળતો.
કળજગનાં દ્વારે આ તો બસ એક ભ્રમણા છે,
ક્હો કોની કાંધે અંધાપો જાત્રા કરતો?
ખાટી મીઠી લાગી તારી જે પણ વાતો,
યાદોને એવી મારા ગજવામાં ભરતો.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment