ઉઝરડા પડ્યા કેવાં લાગણીને,
મલમ કોઈતો આપો આદમીને.
ખિલીને રહેવું શું હોય તેની,
ખબર હોય પણ શું આ ડાળખીને!
તને ભાર લાગે પાણીનો એવું,
કદી કોઇએ પૂછ્યું વાદળીને?
રડી કેટલું હું એનાં વિરહમાં,
ખબર ક્યાં બધી છે આ આરસીને.
ફકત તું મહેસુસ કર,લાગણીઓ
અપાતી નથી પત્ર પર આરખીને.
ઝહર મેં તો ચાખ્યા મોટા ભવનમાં,
જગ્યા દે ચરણમાં આ બાવરીને.
દરદ શ્યામળાને શું છે હજી એ,
સમજમાં જ ક્યાં આવ્યું વાંસળીને!
મળેલી ક્ષણો જીવનનાં સફરમાં,
નથી આવતી પાછી આથમીને.
થશે તો જ જો મરજી હોય ઇશની,
"ફિઝા"થાય ના આ પ્રિત પારખીને.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment