થીજી ગયું છે રક્ત દોસ્ત,
ઉન્માદ જાણે જપ્ત દોસ્ત.
ઈશ્વર થવા ચાલ્યો છે તું!
થાશે કસોટી સખ્ત દોસ્ત.
શબ્દો દઝાડ્યે જાય છે,
ક્યાં થાયે છે એ અસ્ત દોસ્ત.
ખોટા પડ્યા જ્યાં બોલ, ત્યાં
શબ્દો થયાં છે ત્રસ્ત દોસ્ત.
વૃક્ષો વડિલ થઈ ઊભાં જ્યાં,
ત્યાં હોય કલરવ મસ્ત દોસ્ત.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment