ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, April 30, 2015

માણસને જરાં ખોતરો, ને ખજાનો નીકળે,

માણસને જરાં ખોતરો, ને ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે..

મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,
થાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે .

જરૂરી નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,
કદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે .

રખે માનશો, હૈવાનીયત હૈવાનો જ કરે,
કદી, સજ્જનમાંથીય ઘણાં, શૈતાનો નીકળે .

ઘા, બધે જ મળે છે, ચાહે ગમે તેને ખોતરો
કદી બહાર, કદી અંદર, નિશાનો નીકળે .

કંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદર બીજાનો નીકળે ...

No comments:

Post a Comment