ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, March 14, 2017

હવે વસંત....

હવે વસંત....

નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈના હકમાં મને પાનખર કબૂલ નથી
~ રમેશ પારેખ

બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય,
છૂપો *વસંત*ની વાણીમાં વેરભાવ હશે…

-ગની દહીંવાળા

શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો,
તેઓ વસંત જેવા સભર હોય તોય શું?

-રમેશ પારેખ

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ,
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર…

– રમેશ પારેખ

પંડિત બોલ્યા પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ,
બારે માસ *વસંતો* જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ,

-સૈફ પાલનપુરી

જોઈને તારીખિયામાં હું વધાવું છું વસંત
વૃક્ષ કે વાતાવરણથી મારે કંઇ નિસ્બત નથી

ઉર્વીશ વસાવડા

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં...
– સુરેશ દલાલ

ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

વસંતે વસંતે વસંતો ગુલાબી,
આ દુનિયા ખરી છે, આ દુનિયા છે ખ્વાબી.
– મકરન્દ દવે

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
– હિતેન આનંદપરા

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

-હરિન્દ્ર દવે

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી *વસંત*,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

-રમેશ પારેખ

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

– ભગવતીકુમાર શર્મા

સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે,
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું.

- રમેશ પારેખ

No comments:

Post a Comment