ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, May 30, 2015

કોણ કૂદે છે સમંદરમાં હવે ?જોવું છે, બસ એટલે તરતો નથી.

વાતવાતે કોઈને નમતો નથી.
મેળવ્યું ને ખોયું શું ? ગણતો નથી.
તડકે મૂક્યાં છે મૂહુર્ત જ સઘળાં મેં
ને છતાં ગ્રહ એક પણ નડતો નથી.
જે પડ્યાં બેઠાં થયાં જોયાં નથી,
એટલે તો પ્રેમમાં પડતો નથી.
હસતાં બાળકને સહુ લે છે ચૂમી,
એટલે મિત્રો, હું પણ રડતો નથી.
ઝાટકે એ વાળ વર્ષોથી છતાં,
કોઈ છે, લટમાંથી જે ખરતો નથી.
એમ આ વરસાદમાં ભીંજાય કોઈ,
એ પછી છત્રી હું પણ ધરતો નથી.
રૂપની રાણી ભલે ને એ રહી,
પણ અરીસો તો કદી ઢળતો નથી.
એણે આપેલા જખમની છે મજા,
એટલે કોઈ દવા કરતો નથી.
કોણ કૂદે છે સમંદરમાં હવે ?
જોવું છે, બસ એટલે તરતો નથી.
-જવાહર બક્ષી 

No comments:

Post a Comment