એક પછી એક ઊંચકે પરદા રમેશ,
રોજ વહેંચે છે નવા સપનાં રમેશ.
શું કહ્યું, સમજ્યો નહીં, સૉરી સનમ,
મારા મનમાં ચાલે છે હમણાં રમેશ.
મસ્ત્ય માફક આંખ એમાં ઊતરે,
એમ કાગળ પર કરે દરિયા રમેશ
દુ:ખ ઘણાં દાઢી વધ્યા જેવાં અને
જીવ કરતો પેટમાં જલસા રમેશ.
આ સદીમાં હોવું યાને ધન્યતા,
આ સદીની ગુજરાતી ઘટના રમેશ.
- ભરત વિંઝુડા ( 5-9-94 )
No comments:
Post a Comment