હું તને ચાહું છું
એટલે જ તારું નામ નથી પૂછવું.
વિશુદ્ધ હવાની જેમ તું સામેથી પસાર થઈ જાય છે
તું ક્યાંથી આવે છે તેની મને ખબર નથી
તું ક્યાં જાય છે તેનીયે મને ખબર નથી
પણ મારે એ જાણવું નથી
કારણકે હું તને ચાહું છું
તારી સાથે હું વાત તો કરી શકું
પણ નહીં કરું
મારી ભાષા એને માટે છે જ નહીં
અને તને એ કહેવાની જરૂર પણ નથી કે
હું તને ચાહું છું
તું બોલાવે તો હું તારી પાસે આવી જઉં
પણ હું જાણું છું કે તું મને નહીં બોલાવે
તારે મને કહેવું પડે અને
હું તારી પાસે આવું એવું તું નહીં કરે
પણ હું તારી પાસે નહીં આવું
કારણ કે હું તને ચાહું છું
મારી પાસે તને આપવા જેવું ઘણું છે
પણ તારે એની જરૂર નથી
અને મારે પણ તારી પાસેથી
કશું મેળવવું નથી
હું તો તને જોઉં ત્યાં જ છલકાઈ જઉં છું
તને અડવાનું મન તો થાય
પણ તને અડવું શક્ય નથી
તારી ત્વચા મને તારા સુધી પહોંચવા નહીં દે
અને મારે એવું કરવાની જરૂર પણ શી છે ?
હું તો તને ચાહું છું
આમ તો હું તને ચાહું છું એટલું જ
પણ એ પછી
મારે કશું જ કહેવાનું નથી
સિવાય કે
હું તને ચાહું છું
- વિનોદ જોશી
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Saturday, July 23, 2016
હું તને ચાહું છું- વિનોદ જોશી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment