ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, May 15, 2015

કરામત ગજબની કરી જાય મિત્રો......

કરામત ગજબની કરી જાય મિત્રો.
બની હસ્તરેખા ફળી જાય મિત્રો .

'કરીશું ઘણું' એવું કહેતા ફરે સૌ;
કહે ના કશું, બસ કરી જાય મિત્રો .

ન શબ્દો, ન ચ્હેરા ઉપર ભાવ કોઇ;
છતાં મનની વાતો કળી જાય મિત્રો.

તરસ માત્ર ખોબો ભરી પ્રેમની છેઃ
નર્યા વ્હાલથી મન ભરી જાય મિત્રો.

સતત ક્યાં જરૂરી છે પ્રત્યક્ષ હોવું?
સહજ શ્વાસ સાથે ભળી જાય મિત્રો .
(આભાર-અમર)

No comments:

Post a Comment