મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોલાહલોના શહેરમાં કલરવ નહીં મળે, મીઠી મધૂરી વાણીનો વૈભવ નહીં મળે.
જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં, આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.
સચવાય તો ખમીશની બાંયો બચાવી રાખ, આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે.
ખલીલ ધનતેજવી
No comments:
Post a Comment