ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, June 14, 2015

કોઈ અડ્યું તો કમાલ થઇ ગઈ,

કોઈ અડ્યું તો કમાલ થઇ ગઈ,
ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ.

કોઈ  આંખ જો  ભીની  થઇ તો,
કોઈ આંગળી રૂમાલ થઇ ગઈ.

પંખીએ   બે    ટહુકા   વેર્યા,
હવા બધી ગુલાલ થઇ ગઈ.

શુભ      સંદેશા     ડાળે     ડાળે,
ઋતુઓ સઘળી ટપાલ થઇ ગઈ.

વાત કરી જ્યાં ઝાકળની ત્યાં,
સૂરજ સાથે બબાલ થઇ ગઈ.

No comments:

Post a Comment