કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે,
રાખ્યું હતું મેં મનને મનાવી પણ હૃદય ધબકારો ચુકી ગયું છે,
કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે.
છે સામેલ દર્શનાભિલાષીની યાદી મહી નામ મારુ,
જીવ્યો છું,જીવું છું એનાં દર્શનની અભિલાષા સારું.
જરા જરા તો હમણાં સુધી ધડકતું હવે લાગે રુકી ગયું છે,
કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે.
લુછી રહ્યો છું માંડવાની કોરથી આંસુ મારા,
અહીં ફૂલ પાંદળી વાગે થઇ કરવતના આરા.
ફરતાં ફેરાની સાથોસાથે ભિતર ચોરી કોઈ ફૂંકી ગયું છે,
કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે,
બેશરમ થઇને લુટે છે મજા ઈશ્વર દિલની રમતનાં,
એકલાસુરા પાષણ હૃદયી તને ખબર શું દર્દ મમતના.
સજાવતું સપનાં હૈયું મારુ સાવ અચાનક વસુકી ગયું છે,
કોઈ અંગત કંકોતરી મૂકી ગયું છે,
– સાજીદ સૈયદ
No comments:
Post a Comment