ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, July 19, 2015

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું ?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઉડી ગયો?
ગમે તે અર્થ ઘટાવ, કાગડો મરી ગયો

શું કામ જઇ બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો

લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ, કાગડો મરી ગયો

- રમેશ પારેખ

No comments:

Post a Comment