ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, September 3, 2015

લાલુ'ની મુલાકાત રુષી સાથે થશે હવે ; વર્ષો પછીની પ્રથમ મુલાકાત થશે હવે.

ગઝલ
વર્ષો પછી મળ્યા !

વર્ષો પછીનું સ્નેહમિલન થશે હવે,
સુખ-દુ:ખની વાતો ઉભરાશે હવે ;

શબ્દો ને નયન ની તકરાર થશે હવે,
હૈયાની વાતો દ્રશ્યમાં રજૂ થશે હવે ;

પારીવારીક ઓળખાણો થશે હવે,
સ્નેહની સુવાષમાં વધારો થશે હવે ;

પ્રેમ-કથાઓની શરુઆત જ થશે હવે ,
આસુ અને સ્મીતની રજુઆત જ થશે હવે ;

આતુર ચક્ષુમાં ઉત્સુકતા જોવાશે હવે ,
વર્ષોની પ્રતિક્ષાનો અંત થશે હવે ;

સાધુની તપસ્યા જેમ તપ ફળશે હવે ,
'લાલુ'ની મુલાકાત રુષી સાથે થશે હવે ;

વ્હાલની વાદળીનો વરસાદ થશે હવે ,
વર્ષો પછીની પ્રથમ મુલાકાત થશે હવે.

-લિ.ચુડાસમા લાલજી

No comments:

Post a Comment