બેહાલ મારા હાલ તારી યાદમાં.
શોધું તને હર એક તુજ સંવાદમાં.
સમજાયી ના એકેય તારી વાત કે,
મે સાંભળ્યાં પડઘા જ તારા સાદમાં.
લટકાવવો એ કામ છે જો રોજનું,
તો કેમ આવી ગઇ દયા જલ્લાદમાં?
તુજ આંશુની બે બુંદથી ભીનો થયો;
ભીંજાવુ ના હું આમ તો વરસાદમાં.
મેં યાચનાથી ઇશ તને રિઝવ્યો મગર,
તે દર્દના સૂરો સુણ્યાં ક્યાં નાદમાં?
કર આજની; વાતો જવા દે કાલની,
તું કાલની સુણાવજે જા બાદમાં.
હર શે'ર મારો છે વસૂલ 'પ્રદીપ' બસ;
સાચી મળે જો દાદ તારી દાદમાં.
-પ્રદીપ સમૌચા
No comments:
Post a Comment