ઈરાદાઓ અધૂરા રહી જવાનો રંજ રહેવાનો,
નથી મરજી મુજબ થાતું, સદા પાબંદ રહેવાનો.
કરી લેજે પ્રહારો, જેટલા કરવાની ઈચ્છા હોય,
અમુક એવાય દિલ છે જ્યાં હું તો અકબંધ રહેવાનો,
મૂકું છું પ્રેમનો પ્રસ્તાવ આજે તન અને મનથી,
તું માને કે ન માને આપણો સંબંધ રહેવાનો.
ગુલાબી ગાલ, કાળા કેશ, નમણાં નૈન ભૂલી જા,
કે મારા પર ફક્ત તારા ગુણોનો રંગ રહેવાનો.
સરાજાહેર મારી વાત કરવા તું ઉતાવળ કર,
જમાનો મારી પર શ્રદ્ધા ધરીને અંધ રહેવાનો.
દુપટ્ટાની બુકાનીમાં છુપાવે કેમ ચહેરાને,
છતાં પણ સૂર્યનો તો તાપ અંગેઅંગ રહેવાનો.
ફૂલોની લાખ રખવાળી કરે કાંટા, ચમન, માળી,
ફૂલોના સ્વપ્નમાં ‘મંથન’ સદા મકરંદ રહેવાનો.
- મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment