પ્રેમ હતો તોય ઇન્કાર કર્યો?
તને એ નથી ખબર સનમ કે,
તે મને કેટલો બેકરાર કર્યો?
રાતોની ઉઘ હરામ કરી ને,
સપનાઓ કર્યા ચકનાચૂર,
હાડકાનુ ખાતર કર્યુ ને,
જીવન થઇ ગયુ ગાન્ડુતૂર,
મને એ નથી સમજાતુ સનમ,
પ્રેમ હતો તોયે ઇન્કાર કર્યો?
આજે આટલા સમયે તે યાદ કર્યો,
ને મારા પ્રેમનો એકરાર કર્યો,
પરન્તુ બહુ મોડુ થઇ ગયુ "દોસ્ત"
જ્યારે તે તારા જીવનમાથી મને બાદ કર્યો,
ત્યારથી જ મે પ્રેમમા સન્યાશ ધર્યો.
-ઘનશ્યામ ચૌહાણ ’શ્યામ’
No comments:
Post a Comment