તારે આવવું હોય તો આવજે;
નહીંતર કંઈ નહીં.
દ્વાર ખખડાવવું હોય તો ખખડાવજે;
નહીંતર કંઈ નહીં.
અમેતો પોઢેલા ગાઢ નિદ્રામાં;
તારે જગાડવવું હોય તો જગાડજે;
નહીંતર કંઈ નહીં.
રાખનાં રમકડા ઢીંગલી ઘરના;
તારે રમાડવા હોય તો રમાડજે;
નહીંતર કંઈ નહીં.
અમે ફુલ ખિલેલ પ્રભુનાં ચરણો માટે;
તારે ચઢાવવા હોય તો ચઢાવજે;
નહીંતર કંઈ નહીં.
ચાવી આપો તોજ ચાલીએ;
તારે ચાવી ભરવી હોય તો ભરજે;
નહીંતર કંઈ નહીં.
ભટક્યો સંસાર મારગે ભવોભવથી;
રસ્તો બતાવવો હોય તો બતાવજે;
નહીંતર કંઈ નહીં.
ખોલીને રાખી છે હ્રદયની કિતાબ;
તારે વાંચવી હોય તો વાંચજે;
નહીંતર કંઈ નહીં.
દર્પણ માં મરણ પણ દેખાશે "આભાસ";
તારે પછી ચેતવુ હોય તો ચેતજે;
નહીંતર કંઈ નહીં.
-આભાસ.
તા-4/10/2015
No comments:
Post a Comment