ચાલને ડહાપણને ધક્કો મારીને બાળપણને ખેંચી લાવીએ,
ચણી બોરની ઢગલી કરીને તોફાની ટોળીમાં વહેંચી આવીએ.
દિલ બહાર ચૂર્ણ મની ડબ્બીઓ લાવીને હથેળી પર વેરી આવીએ,
કાચી પાકી જમરૂખની ચીરીઓ પર લાલ મરચું ને મીઠું ભંભેરી આવીએ.
પોપીન્સની ગોળીઓ પાર્લેના ગોળાઓ ને "કોલેટી"ની મિજબાની ઉડાવી આવીએ,
દસ પૈસામાં દસ વસ્તુઓ ખરીદવાનો લ્હાવો ઉઠાવી આવીએ.
ઝગમગ ચક્રમ ફુલવાડી ને ફેન્ટમને વાંચી વાંચીને સંભળાવી આવીએ,
છેલછબો છકો મકો ને બકોર પટેલને પણ બોલાવી લાવીએ.
બસમાં લટકતા ભટકતા સિનેમા લાઈન પર આંટો મારી આવીએ,
૨ .૬૦ રૂ ની બાલ્કનીની ટીકીટમાં નવાબી ઠાઠ માણી આવીએ.
ઈન્ટરવલ માં ૧૦ પૈસાના દાણા ને બાફેલા ચણાની જયાફત ઉડાવી આવીએ.
થોડું પરચુરણ વધે તો મિક્સચર લેમનની બોટલ ગટગટાવી આવીએ.
મંકી છાપ દંત મંજન ઘસીને
નિર્દોષ હાસ્યોની છોળો ઉડાવી આવીએ,
મળી જાય જો 'બિનાકા'ની પેસ્ટ તો દાંતે સ્વાદ લગાડી આવીએ.
ચાલને ડહાપણને ધક્કો મારીને બાળપણને ખેંચી લાવીએ !!
Thanks :: Jadav Lalji
No comments:
Post a Comment