ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, October 6, 2015

ફોડ દર્પણ તો તારી તસવીર મળશે,
દર્દની દવા બહુ જ અકસીર મળશે.

હાંફીને,થાકીને, બેસજે મુસાફર,
ડગલે ડગલે નવા હમસફર મળશે.

જાણી લેજે ભેદ ભરમ દુનિયાદારીનો,
પછી જીવન સાવ સરળ મળશે.

આંખો નો ઈશારો વાંચી લેવાનો,
પછી નવો જ સાવ અવસર મળશે.

પાડી દેજે ભીની રેત પર પગલા,
આવતી કાલે નવા જ ચરણ મળશે.

"આભાસ" સંતાઈ ગયો જાણે કેમ?
તેને  ગોતતા શાયદ એક જણ મળશે.

-આભાસતા-6/10/15

No comments:

Post a Comment