જખ્મો દુજે પીડા રડાવે જરા,
આવી મને કોઈ હસાવે જરા.
સિંદુર ભરીને સાંજ આભે ઢળી,
કુદરતને કહો ફૂલો બિછાવે જરા.
પૂરો મિલનનાં દીવડામાં અમી,
શગ પ્રેમની કોઈ જલાવે જરા.
મારી મહેનતનાં અમી ચાખવા,
આ જિંદગી રોજે ભણાવે જરા.
જો વેદનાની એ ચરમ સીમા છે,
રડવું ઘણું પણ આંસુ આવે જરા.
પથ ધૂળિયો છે,કાકરા પણ ઘણાં,
મખમલ અહીં કોઈ લગાવે જરા.
ખુલ્લી હવામાં રોજ મ્હાલી "ફિઝા",
મસ્તક ખુદાને પણ નમાવે જરા.
*કાજલ કાંજિયા "ફિઝા"*
*8/11/2017*
No comments:
Post a Comment