તારા મારા દુખને વળાવી નાખીએ,
ખોટા સપનાઓને ઉડાવી નાખીએ.
બહું નાખુશ છે વાતાવરણ બધો,
ચાલ થોડી ઘણી વસંત વધાવી નાખીએ.
કરીએ એક નવા અધ્યાયની શરૂઆત,
બધી જ ફરિયાદોને જલાવી નાખીએ.
મળે તું જ ભવોભવ કરી લઈએ નક્કી,
પછી નામ નસીબ માં લખાવી નાખીએ.
હશે કયામતનો દિવસ તો શું કરશું,
ચાલ કબરને આજે જ સજાવી નાખીએ.
બહું દુખે છે જયારે આપણા જ છેતરે,
પછી કેમે કરી આ મનને મનાવી નાખીએ.
મનને હ્રદય વચ્ચે છે બહું ખેંચતાણ,
"આભાસ" એ વાતને દબાવી નાખીએ.
-આભાસ.
No comments:
Post a Comment