વર્ષોનાં વર્ષો મારા વીતી ગ્યાં,
કંઈક હારી ગ્યા કંઈક જીતી ગ્યાં.
કુમળી કાયા માનવ તે પીંખી જ્યાં,
ત્યાં ,તેનાં લોહી આજે થીજી ગ્યાં.
ડુસકે કેમ ચડ્યાં મમતાનાં આંસું!
પીડાની ચિચકારીમાં જીવી ગ્યાં.
જીવીશું દુ:ખોનાં ડુંગર લઈને,
પીડાની સાથે રમતા શીખી ગ્યાં.
કોણ લડાવે લાડ હવે લાડકવાઈ!
તારાં પર મારા ઈશ્વર રીઝી ગ્યાં.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment