ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, December 16, 2015

આવવું જ હોય તો સ્મરણે એકલા આવજો,...

આવવું જ હોય તો સ્મરણે એકલા આવજો,
આ વહેતા આંસું ને દુર કિનારો બતાવજો,

જોઇ લો છે સામર્થ્ય કેટલું મારી યાદમાં,
વ્હાલની હિચકીએ દિલ તમારું ધ્રુજાવજો,

લાખ કોશિશ તોય સમયથીપર ન થવાય,
બસ એક મિલનક્ષણ ને શ્વાસથી હંફાવજો,

ખાલી હ્રદય છે આ બીજું પણ કઈ જોઈએ,
યાર સ્નેહી બની તમે સ્થાન એ દીપાવજો,

સહી ચુક્યું છે આ દિલ કેટલા ઝંઝાવાત,
પ્રેમે પધારી તમે વધુ એને તડપાવજો,

કથની મારી શબ્દો વડે એક ગઝલ બની,
ગાઈ વગાડી તમે આ વાતને ફેલાવાજો.......

હેમશીલા માહેશ્વરી,,,,, શીલ,,,,,,,,

No comments:

Post a Comment