ભેદ
સાસુ બોલી ગુસ્સામા " અરે ! ઓ વહુ રાણી! "
અરેેરે! તે તો ફરીને પણ દિકરી જણી,
અમથી નથી તને અભાગી ગણી,
તે તો ફરી ફરીને દિકરી જ જમણી !
અરે! ક્યા કર્યા છે મે અેવા પાપ
તુ જલ્દી જલ્દી મને મારો વંશ આપ
વહુ બોલી દિકરીને લઇને બાથમા
માડી! ઇ બધુ નથી મારા હાથમા
માડી! કરુ હુ તમને તોપણ અનેક વાયદો
મારી દિકરીઓથી તમને થશે બહુ ફાયદો
ગાંધીજીના દિકરાને જાણે ના અહીં કોઇ
પણ નહેરુની દિકરીને માને હર કોઇ
દિકરા- દિકરીમા નથી રહયો કોઇ ભેદ
દિકરી આવ્યાનો ના કર તુ કોઇ ખેદ
ગીતા ઝાલા
No comments:
Post a Comment