ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, December 19, 2015

બારાખડી પાસેથી છળનું અમે કામ લીધુ....ં


બારાખડી પાસેથી છળનું અમે કામ લીધું,
કરોડો રૂપિયા લઇને કરાતાં કામને સેવાનું નામ દીધું.
નામ તો પાડ્યું માણસ અને એના સારા અર્થો કરી દીધા,
તોય જાનવરથી પણ બદતર અમે કામ કીધા.

પાપના કૂવામાંથી બહાર નીકળવું છે કોને?
અમે વિષને અમૃત કહી બધાંને પાઇ દીધું.

આ ખોટું જ છે ખબર છે બધી છતાં,
બીજાના હકનું અમે બધું જ પચાવી લીધું.

તાળીઓ બહુ જ પડાવી દાન કરી દીધું,
એમાં અમારું કંઇ જ નહોતું ફક્ત જાતને કહી દીધું.
- રાજેન્દ્રર શાહ

No comments:

Post a Comment