ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, August 10, 2017

ગઝલ ... -શૈલેષ પંડ્યા "ભીનાશ"

કદી ઘટના બની ને પણ હૃદયની પાર જાવુ છે.
સમય જો સાથ આપે તો સમય ની પાર જાવુ છે .

હજી હું ક્યાં સુધી ચિત્રો હવા ની ભીંત પર દોરું?
હવે ખળખળ બની ને મારે પ્રણય ની પાર જાવુ છે.

કદી ક્યાં ખાસ ફાવ્યા છે ધૂરંધર રોજ દોડી ને ?
પરાજય શ્વાસ માં રાખી વિજય ની પાર જાવુ છે .

કથા લાંબી થશે તું બોલ ક્યાંથી બોલવું મારે?
નફો નુકસાન છોડી ને પ્રલય ની પાર જાવુ છે.

કહ્યું કોણે કે પડઘા મોત ના પણ હાથ માં આવે ?
અચળ સાક્ષી બની ને અંતે ઉદય ની પાર જાવુ છે.

                      
-શૈલેષ પંડ્યા "ભીનાશ"

No comments:

Post a Comment