ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, February 18, 2016

તો હું ચલાવી લઉં… -તમન્ના (JN)

તું આમ રોજ સપનામાં આવે ઍવુ ના ચાલે હવે,
ઍક્વાર મને રૂબરૂ મળવા આવ તો હું ચલાવી લઉં…

નજરો જુકાવીને તું ઈશારો કરે ઍવુ ના ચાલે હવે,
ઍ જ શબ્દોને તું હોઠો પર લાવ તો હું ચલાવી લઉં…

ખોટો-ખોટો રિસાયીને મને સતાવે ઍવુ ના ચાલે હવે,
ઍક્વાર મને પણ તું મનાવ તો હું ચલાવી લઉં…

રોજ-રોજ ખુદની યાદો મોકલે ઍવુ ના ચાલે હવે,
આજે તું ખુદ જ મારી પાસે આવ તો હું ચલાવી લઉં…

બીજાઓ માટે શેર-શાયરી તું કરે ઍવુ ના ચાલે હવે,
તારા હાથને મારા માટે ઍક ગઝલ લખાવ તો હું ચલાવી લઉં…

તું મને રોજ રાતે છાની-છાની રડાવે ઍવુ ના ચાલે હવે,
ઍક સ્મિત મારા હોઠો પર પણ લાવ તો હું ચલાવી લઉં…

આમ તું કોઈની સાથે ‘ક્રશ’ થાય ઍવુ ના ચાલે હવે,
ઍક્વાર મને પણ ઍ ઍહસાસ કરાવ તો હું ચલાવી લઉં…
-તમન્ના (JN)

No comments:

Post a Comment