ઘાવ ભરવા લખી રહ્યો છે એ,
રાત લાંબી કરી રહ્યો છે એ.
વિશ્વને ચાહશું અમે દિલથી.
આ ધરા પર વસી રહ્યો છે એ
દામ લીધા વિના મફત વ્હેંચે,
લાગણી લઈ ફરી રહ્યો છે એ.
આ ગઝલ ધારદાર કરવાને,
ટેરવાઓ ઘસી રહ્યો છે એ.
સાવ સાચું કહેવા દુનિયાને,
આયનાઓ ધરી રહ્યો છે એ.
ભૂલવાને અતીતનો ઘા' 'મેઘ',
રાતને દિન મથી રહ્યો છે એ.
- મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment