શબ્દોનાં પગની પાયલ છું,
ગાંડો ઘેલો હું શાયર છું.
સૂરજ થોભે હાકલ દેતા,
એ ચારણ કુળ નો વારસ છું.
આંખો ભીતર સપના તૂટે,
મલબો ઊંચકતી કાવડ છું.
જીવન જો હો જંગલ જેવું,
તો સાસણનો હું સાવજ છું.
જે ન લખાયો, નાં વંચાયો,
એવો કોરો હું કાગળ છું.
બેઠો છું સઘળું લૂંટાવી,
વરસી ચૂકેલો વાદળ છું.
પીડ લખું છું હું ગઝલોમાં,
લોક કહે છે કે ઘાયલ છું.
-મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment