એમ ના માન જિંદગી ! કે હું હારી જઈશ.
દર્દ ને તોરણ કરી જિંદગી શણગારી જઈશ.
લઈ આવજે તું કસોટીની નીત નવીરીતો,
સામે પગલે આવી તને આવકારી જઈશ.
ઉદાસ ના થજે, મન કદી ભરાઈ જાય તો,
નહીં જવા દઉં એકલી હુંય પરવારી જઈશ.
આપશે જો તું સંગીતના સૂર મધુરા,
ગીત મજાનું એકાદ હું ય લલકારી જઈશ.
ચાહી છે અંતર ના અંતિમ તળ સુધી તને,
ઓછું ના લાવજે હેત સઘળું ઓવારી જઈશ.
છે અગણિત ઉપકાર તારા મુજ પરે,
જીવન તુજને દઈ આભાર ઉતારી જઈશ.
હશે ફરિયાદ તને કંઈપણ મારા થકી,
આવી અંતિમ પળે પણ સંબંધ સુધારી જઈશ.
છે જાણ મને ઇંતેજાર ના દરદ તણી.
રાહ જોજે ! સમયસર પધારી જઈશ.
" दाजी "
No comments:
Post a Comment