આમ જો દોસ્ત
આકાશમાં રંગોનો
સ્વયંવર થ્યો.
એકબીજાને
પસંદ કરવાનો
ગોટાળો થયો.
જોને પેલું ગ્યુ
હવાની જોરે ઊંચે
આનંદ થયો.
મજા આવીને
હદય પુલકીત
બન્યુ જોઈને
અરે આ જો જો
જરા સંભાળીને હો
પેચ લાગ્યો છે.
ન ખેચીસ હવે
પતંગ ની દોરને
ઢીલ આપી દે.
નિભાવી લઈ
માનવતા ધર્મને
સ્વતંત્રતા દૈ.
ચાલ માણીએ
જિંદગીની મોજને
પતંગો સંગ.
ના ખેચીએ ને
ના કોઇની કાપીએ
સાથે વિહરી.
ઉમંગ સંગ
ઉચેરા આકાશમાં
બંધાઈ જઈ
સ્નેહની દોરી
પ્યાર ની પતંગોમાં
ખોવાઈ જઇ .
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment