સાયબો મારો
ઘોડો લઇ ને આવશે ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબાએ કીધું'તું મને ,
હું આવી ને લઇ જઇશ ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
ઓઢયું છે મેં પ્રેમ નું પાનેતર ,
ઓઢી ને પાનેતર...
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો ઘોડો...
આંખો માં સપના
ને હાથોમાં સજી છે મેં મહેંદી ,
મહેંદી ના રંગો સા
સપનાઓ સજાવવા ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો ઘોડો...
જતાં-જતાં હું પાછું વાળીને
જોઇશ નહીં ,
કેમકે બાપુને રડતાં
જોઈ શકીશ નહીં ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો
ઘોડો લઇ ને આવશે ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબાએ કીધું'તું મને ,
હું આવી ને લઇ જઇશ ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
--- મુકેશ મણિયાર.
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Sunday, January 31, 2016
સાયબો મારો...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment